Loading...
Admission Open for Session 2024-2025.
Welcome to Panchshil Vidyalay Deesa!
About Organisation

સ્વતંત્ર્યતા મળી તે સમયે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વઘુ હતું. દેશના મોટા ભાગની જન સંખ્યા અક્ષરજ્ઞાન થી વંચીત હતી.સને ૧૯૬૦માં ભાષા આઘારીત ગુજરાત રાજયની સ્થા૫ના કરવામાં આવી ત્યારે ગુજરાતમાં ૫ણ શિક્ષણનો દર ઘણો ઓછો હતો. તેમાં પણ બનાસકાંઠા જિલ્લો શિક્ષણમાં વઘુ ૫છાત ગણાતો હતો. પાડોશી જિલ્લા મહેસાણામાં ગાયકવાડના સમયથી શિક્ષણનું પ્રમાણ સારું એવું હતું. અને શિક્ષણ આ૫તી ખાનગી સંસ્થાઓ તે વખતથી કાર્યરત હતી. તેના પ્રમાણમાં બનસકાંઠા જિલ્લામાં શિક્ષણ આપતી સંસ્થાઓ ઘણી ઓછી હતી જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને શિક્ષણ માટે પોતાના ગામેથી ચાલેને બીજે ગામ જવુ પડતું હતું અને શિક્ષણ આપતી શાળાઓ પણ આંગળીના વેઢે ગણી શકય એટ્લી જ હતી, ત્યારે બનસકાંઠા જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે અને છેવાડાના વ્યકિતને પણ પોતાના ગામમાં જ શિક્ષણ મળી રહે તે હેતુથી તેમાં પણ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને વિના મૂલ્યે શિક્ષણ મળી રહે તે આશયથી જાગૃતિ ટ્રસ્ટ,બનાસકાંઠા, ડીસાના સ્થાપક અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી માન. શ્રી દોલતભાઈ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એક સરખી વિચારસરણીવાળા વ્યકિતઓ એકઠા થઈ તા. ૮-૧૧-૧૯૭૬ ના રોજ “જાગૃતિ “સંસ્થાનું બંધારણ તૈયાર કરી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી ,મહેસાણા પ્રદેશ, મહેસાણાને મોકલી આપવામાં આવ્યું હતું. અને તે વખતે સંસ્થાનો મુખ્ય ઉદેશ દરેક વ્યકિતને કોઈપણ જાતના ભેદભાવ વિના જાતિ, લિંગ કે ધર્મના ભેદભાવ વિના સમાજના આર્થીક અને સમાજીક રીતે નબળા વર્ગોના બાળકોને વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, કૃષિ,ઉધોગ, સંસ્ક્રૃતિ અને સહાય અને રમતગમત ક્ષેત્રે કેળવણી અને તાલીમ,સંશોઘનની તકો પુરી પાડવામાં આવશે. આમ આ સંસ્થા “જાગૃતિ ટ્રસ્ટ “ના નામે નોધણી નં- E-191બનાસકાંઠા તા. ૨૮-૧૨-૧૯૭૬થી નોંધવામાં આવેલ છે. તે વખતે જે ધ્યેયો નક્કી કરવામાં આવ્યા હતા તે માન. શ્રી દોલતભાઈ પરમાર સાહેબના પ્રત્યક્ષ માર્ગર્શન હેઠળ સિધ્ધ કરીને સતત શિક્ષણની જ્યોત ચાલુ રાખી છે. જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠા ,ડીસા દ્વારા જિલ્લામાં જુદાજુદા સ્થળે પ્રાથમિક શાળાઓ,બાળવાડીઓ,આશ્રમ શાળાઓ,છાત્રાલયો, માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળાઓ અને આરોગ્ય સેવા માટે હોસ્પિટલ શરુ કરવામાં આવેલ છે. આ દરેક એકમમાં લાભાર્થીઓ નજીવા ખર્ચે લાભ મેળવે છે, આ સિવાય પણ સંસ્થા ડીસા શહેરમાં રાષ્ટ્રીય નેતાઓ , સંતોની જન્મજ્યંતી અને પુન્યતિથીએ જન જાગૃતિ માટે શહેરમાં પ્રચાર-પ્રસાર રેલીનું આયોજન કરે છે તથા સંસ્થા ના મકાનમાં ચિંતન સભાનું આયોજન કરી તેમના વિચારો પર ચિંતન કરવામાં આવે છે.આ નિમિતે અલગ અલગ ક્ષેત્રની વિશેષ પ્રતિભાશાળી વ્યકિતોને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. આમ મૂલ્ય આધારીત શિક્ષણ અને જન જાગૃતિ નું કર્ય કરી સારા સમાજના નિર્માણ ઉમદા ફરજ અદા કરવા પ્રયત્નશીલ રહેશે.


સંસ્થા દ્વારા શરુ કરવામાં આવેલ એકમોની યાદી :- 
(૧) પંચશીલ મધ્યમિક શાળા,ડીસા ,તા-ડીસા
(૨) જાગૃતિ કન્યા વિધાલય, ડીસા ,તા-ડીસા
(૩) જાગૃતિ બાલવાટીકા ડીસા ,તા-ડીસા
(૪) જાગૃતિ કુમાર છાત્રાલય ડીસા ,તા-ડીસા
(૫) જાગૃતિ પ્રાથમિક શાળા ડીસા ,તા-ડીસા
(૬) જાગૃતિ ઉતરબુનિયાદી વિધાલય ડીસા ,તા-ડીસા
(૭) અનુસુચિત આશ્રમ શાળા,ડાવસ , તા-ડીસા
(૮) બાબાસાહેબ કુમાર છાત્રાલય,ડાવસ ,તા-ડીસા
(૯) બક્ષીપંચ બલવાડી,ડાવસ, તા-ડીસા
(૧૦) અનુસુચિત બાલવાડી,ડીસા, તા-ડીસા
(૧૧) જાગૃતિ વિધામંદિર,શેરપુરા, તા-ડીસા
(૧૨) જાગૃતિ કુમાર છાત્રાલય,શેરપુરા, તા-ડીસા
(૧૩) માતુશ્રી કે.એચ.એમ. જાટ ઉચ્ચ. માધ્યમિક શાળા,શેરપુરા, તા-ડીસા
(૧૪) વિવેક ઉતરબુનિયાદી વિધાલય,રામસણ, તા-ડીસા
(૧૫) બક્ષીપંચ કુમાર છાત્રાલય,રામસણ, તા-ડીસા
(૧૬) જાગૃતિ ઉતરબુનિયાદી વિધાલય,પીલુડા, તા-થરાદ
(૧૭) અનુસુચિત આશ્રમ શાળા,પીલુડા તા-થરાદ
(૧૮) જાગૃતિ કુમર છાત્રાલય,પીલુડા, તા.-થરાદ
(૧૯) નેતાજી સુભાષચંદ્ર બોઝ છાત્રાલય,પીલુડા, તા-થરાદ
(૨૦) વિરભગતસિંહ કુમાર છાત્રાલય,ધાનેરા તા- ધાનેરા
(૨૧) જાગૃતિ હોસિપટલ,ડીસા તા-ડીસા
(૨૨) જાગૃતિ ઔધોગિક તાલીમ સંસ્થા,ડીસા, તા-ડીસા
(૨૩) જાગૃતિ ટ્રસ્ટના કર્મચારીઓની ધિરાણ મંડલી,ડાવસ, તા-ડીસા
(૨૪)પછાત વર્ગ કુમાર છાત્રાલય,ચંડીસર તા- પાલનપુર
(૨૫) જાગૃતિ કુમાર છાત્રાલય,દાંતીવાડા તા.- દાંરીવાડા
(૨૬) મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય,થરાદ તા.- થરાદ
(૨૭)સ્વામી વિવેકાનંદ કુમાર છાત્રાલય,જુના ડીસા તા

Important Links