Loading...
Admission Open for Session 2024-2025.
Welcome to Panchshil Vidyalay Deesa!
Message From Director

મેનેજીંગ  ટ્રસ્ટીશ્રીનો સંદેશ 

શાળામાં બાળકોની વિચાર-પ્રક્રિયા અને સમજવાની પ્રક્રિયાને સમજવી અને બાળકોને ધ્યાનપૂર્વક અને સહાનુભૂતિપૂર્વક કેમ સાંભળવા તે શીખવું-આ તમામ બાબતો વિદ્યાર્થી  હિતની ઘડતર માટેની પૂર્વ-શરતો છે. આ કાર્ય શિક્ષકને એ સમજવામાં મદદરૂપ થાય છે કે અભ્યાસ એ રેખીય પ્રક્રિયા નથી પરંતુ તેમાં અનેક ફાંટાઓ હોય છે અને તે સ્વભાવે સપાંકાર ચાલતી પ્રક્રિયા છે. અને અનેકવિધ સંજોગો(રોજબરોજની ઘટનાઓ સહિત)માં શકય બને છે. અભ્યાસને લગતા વ્યાપક સિદ્ધાંતોના માત્ર અભ્યાસથી આ સમજ અને દ્રષ્ટિકોણ કેળવી શકાતો નથી.

દરેક બાળકને એ બાબતે સજાગ કરવાનું હોય છે કે સ્વસ્થ અને રોગમુક્ત જીવન ખૂબ અગત્યની બાબત છે. આરોગ્ય અને તંદુરસ્ત જીવન માટે ઉપયોગી આદતોના વિકાસ પ્રત્યે જાગૃતિ કેળવવાની તાતી જરૂર છે. એવું સૂચવવામાં આવ્યું છે કે આરોગ્ય-વિષયક શિક્ષણ અને આરોગ્યની જાગૃતિ વિશે સર્વસમાવેશી , પદ્ધતિસરના અને વૈજ્ઞાનિક અભિગમવાળા મુદ્દાઓનો શિક્ષક-પ્રશિક્ષણના અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ. આ સામગ્રીમાં નીચેની બાબતોનો સમાવેશ થવો જોઈએ: પોષણ, વ્યક્તિગત અને પર્યાવરણીય આરોગ્ય, કૌટુંબિક અને શાળાકીય સ્તરે તંદુરસ્તી રોગ અટકાવ, અને અંકુશ (એચ.આઈ.વી./એઈડઝ સહિત), માનસિક તંદુરસ્તી, અકસ્માત નિવારણ, આરોગ્ય જાગૃતિ, આરોગ્યસેવાઓનો ઉપયોગ, શારીરિક તંદુરસ્તી અને રમતગમત.

સૈદ્ધાંતિક કોર્ષ કાર્ય : વિદ્યાર્થી શિક્ષકને સૈધાંતિક ખ્યાલો અને ફેમ વર્કમાં કાર્યરત રાખવા માટેના અભ્યાસક્રમના 2 થી 3 સિદ્ધાંતો મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્રના પાયારૂપ ખ્યાલો અને સંશોધન પર રચાયેલા છે. આ કોર્ષમાં બાળવિકાસ અને તરુણાવસ્થાના વિકાસના સિદ્ધાંતો, સામાજીકરણની પ્રક્રિયા અને સંદર્ભ, સામાજિક અને ભાવનાત્મક વિકાસ, આત્મ-ઓળખ, બોધાત્મક અને શીખવાની પ્રક્રિયા, ભાષા ગ્રહણ અને -, બાલ્યાવસ્થાની સંરચના અને શાળા-સ્વાસ્થય અને શારીરિક સ્વાસ્થય તથા સર્વ-સમાવેશી શિક્ષણના સિદ્ધાંતોને ધ્યાનથી વાંચવાના છે . તથા દરેક સૈદ્ધાંતિક કોર્ષમાં આંતરિક રીતે સંમિલિત હોય તેવા ફીલ્ડ-વર્ક આધારિત એકમો હોવા જોઈએ જે પ્રોજેક્ટ અને એસાઇનમેન્ટને આવરી લે જેમ કે-બાળકો અને તરૂણો સાથે આંતરપ્રક્રિયા અને અવલોકનો; તેઓના પ્રાકૃતિક અને સામાજિક ઘટના વિશેના ખ્યાલો અને જ્ઞાન; શાળા સ્વાસ્થયને લગતી ઘટનાઓના પરીક્ષણ અને સંબંધિત સામાજરચના

આનો હેતુ વિવિધ વયના અને વિવિધ પર્યાવરણમાંથી આવતા બાળકોનો પ્રત્યક્ષ અનુભવ આપવાનો અને તેઓ સિદ્ધાંત અને ફીલ્ડ વર્ક વચ્ચે સેતુ સ્થાપી શકે તે માટે સક્ષમ બનાવવાનો છે. વિદ્યાર્થી શિક્ષકને એવી તકો પૂરી પાડવી જોઈએ જેમાં તે ભણવાનું શરૂ કર્યું હોય તેવા બાળકો અને શેરીમાં ઉછરેલા બાળકો સાથે સમય વિતાવે અને આંતરક્રિયા કરે, તેઓ માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરે જેથી તેઓ સાથે જોડાઈ શકે અને સંબંધો વિકસાવી શકે. વિકાસ સંબંધિત સિદ્ધાંતો અને રચનાત્મક કાર્ય સાથે કાર્ય કરતી વખતે તેઓ બાળકો સાથેના પોતાના અનુભવો વર્ગખંડમાં ચર્ચા માટે મૂકી શકે છે જે વિચારોની આપ-લે માટે પ્રેરક બનશે, સિદ્ધાંતની યોગ્યતાની ચકાસણી કરશે અને તેઓ નવા નવા વિચારો વ્યક્ત કરતા થશે

શ્રી અશ્વિનભાઈ ડી. પરમાર 

Important Links