Latest Updates

પુરક પરીક્ષા સપ્ટેમ્બર ૨૦૨૦

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં એક અથવા બે વિષયમાં જે વિદ્યાર્થીઓ માર્ચ- ૨૦૨૦ માં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં પાસ થઈ શકેલ નથી અને જેઓ પુરક પરીક્ષામાં બેસવા માટે લાયક ગણવામાં આવેલ હતા. તે પૈકી જે વિદ્યાર્થીઓએ પુરક પરીક્ષામાં બેસવા માટે સંમતી આપી હતી. તેઓ માટે પરીક્ષા તા.૨૮-૦૯-૨૦૨૦ થી તા.૬-૧૦-૨૦૨૦ થી લેવાનાર છે. પરીક્ષા સવારે અને બપોરે લેવાશે . આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની રીશિપ્ટ શાળામાં આવી ગઈ છે તો બે દિવસમાં ફી રશીદ શાળામાં આવી ને લઈ જવા માટે જાણ કરવામાં આવે છે. શાળાએ આવો ત્યારે પોતાનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો સાથે ફરજીયાત લાવવાનો રહેશે. માર્ચમાં આપેલ ફોટો સાથે લાવશો તેવો આગ્રહ છે.

21 Sep 2020, Monday

પુરક પરીક્ષા માટે પ્રવેશીકા મેળવવા બાબત

શાળાના જે વિદ્યાર્થીઓ કે જેઓએ માર્ચ-૨૦૨૦ માં ધોરણ-૧૦ ની પરીક્ષા આપી હતી. અને તેઓ બે વિષયમાં નપાસ થયા હતા. તેવા વિદ્યાર્થીઓએ કે જેમણે પુરક પરીક્ષા માટે સ્વીકૃતિ આપેલ હતી. તેઓની પરીક્ષા આવતા અઠવાડીયે શરૂ થઈ રહી છે. પરીક્ષાનો કાર્યક્રમ આ સાથે સામેલ છે. અને સાઈટના ડાઉનલોડ મેન્યુમાં પણ અપલોડ કરવામાં આવેલ છે. પરીક્ષા પ્રવેશ માટેની રીશિપ્ટ શાળામાં આવી ગઈ છે. તો દરેક વિદ્યાર્થી અથવા વાલીએ પરીક્ષાર્થીનો એક પાસ પોર્ટ સાઈઝનો ફોટો સાથે લેવા આવવાનું રાખવું માર્ચની પરીક્ષા વખતે આપેલ ફોટો હોય તો તે જ સાથે લાવવો. શનિવાર સુધીમાં દરેક પરીક્ષાર્થીએ પોતાની પરીક્ષાની પ્રવેશીકા મેળવી લેવાનું રાખવું.. આ સુચના તમે જાણતા હોય અને જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની છે તેઓને જાણ કરો તેવઓ પણ આગ્રહ છે.

20 Aug 2020, Thursday Read More

વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા બાબત

111 આથી શાળાના તમામ વિદ્યાર્થીઓને સુચના આપવામાં આવે છે કે અગામી ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૦ ની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર જિલ્લાની શાળાઓમાં ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા, દેશ ભક્તી ગીત સ્પર્ધા અને કવિતા લેખન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. તે માટે સ્પર્ધાના નિયમો ની જાણકારી માટે આ સાથે શાળાની વેબ સાઈટ ના ડાઉનલોડ મેન્યુમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો પત્ર મુકવામાં આવેલ છે. જેમાં વિગતવાર માહિતી છે. જે વાંચીને નિયત તારીખે શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે તેવો આગ્રહ છે.

08 Aug 2020, Saturday

એક્મ કસોટી તા.૨૯-૭-૨૦૨૦ બાબત

વિદ્યાર્થીઓ તેમજ સર્વ વાલીગણ. જયભારત સહ સર્વે વિદ્યાર્થીઓ તેમજ સર્વ વાલીગણને જણાવવાનું કે સરકારશ્રીની સુચના મુજબ ધોરણ-૯ થી ધોરણ-૧૨ ના તમામ વિદ્યાર્થીઓની આ વર્ષે એકમ કસોટી કોવિડ-૧૯ના કારણે ઘરે રહીને લેવાનું આયોજન કરેલ છે. શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓને વોટસએપના માધ્યમથી વર્ગવાર જોડી દેવામાં આવેલ છે. અને સુચના માટે વોટસએપ ઉપરાંત શાળાની સાઈટ પર આપવામાં આવતી સુચના અવારનવાર જોતા રહેવા પણ સુચના આપેલ છે .અગાઉ જણાવ્યા મુજબા ૨૯ મી જુલાઈથી એકમ કસોટી શરૂ થઈ રહેલ છે. તો તમને જે પ્રશ્નપત્ર પહોચતું કરવામાં આવે છે. તેના જવાબ એક ચોપડમાં પ્રશ્ન અને જવાબ સાથે લખીને તા.-૭-૮-૨૦૨૦ પહેલાં શાળાને મળી જાય તે રીતે બિનચુક મોકલી આપવા માટે સુચના આપવામાં આવે છે. તમને એકમ કસોટી બાબતે કોઈ મુંઝવણ હોયા તો તમારા વર્ગશિક્ષકશ્રીનો સંપર્કા કરવા પણ જણાવવામાં આવેશે.

27 Jul 2020, Monday

આધાર કાર્ડ અપગ્રેડ કરવા બાબત

શાળાના બધા વિર્ધાર્થીઓ તથા વાલીશ્રીઓને જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ -૨૦૨૦-૨૦૨૧ માટે સાઈકલ સહાય તેમજ વિવિધ શિષ્યવૃતિઓ માટેની કામગીરી ની તૈયારી શાળા કક્ષાએ દર વર્ષની જેમ ચાલે છે.દરખાસ્ત કરતી વખતે વિદ્યાર્થીની ઉમર ૧૩ વર્ષ કરતાં વધુ હોય અને જો અધાર કાર્ડ અપગ્રેડ કરાવેલ ન હોય તો દરખાસ્ત માં આધાર કાર્ડ અપગ્રેડ ની એરર આવે છે. અને દરખાસ્ત ઓંલાઈન આગળ મોકલી શકાતી નથી. તો જે વિધાર્થીને આધાર કાર્ડ અપગ્રેડ કરાવવાના બાકી હોય તો પોતાના રહેઠાણ નજીકના સેન્ટર ખાતે જઈને અપગ્રેડ અપગ્રેડ કરાવી લેવાનું રાખવુ અને તેની જાણ શાળાને કરવાની પણ સુચના આપવામાં આવે છે.

17 Jul 2020, Friday

શિષ્ય્વૃતિ અને સાઈક્લ બાબત ૨૦૨૦-૨૧

આથી શાળાના તમામ વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે સરકારશ્રીએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃતિઓ અને સાઈકલ આપવા માટે ની જાહેરાત કરેલ છે. તમે અત્યારે ઘરે રહીને અભાસ્ય કરો છો. આ શિષ્યવૃતિના લાભ લેવા માટે તમારે વાલીના આવકના દાખલા, તમારો જાતિનો દાખલો, અપગ્રેડ થયેલ આધારકાર્ડ, બેંક ખાતાની વિગત,રેશ કાર્ડની નકલ વગેરે શાળામાં આપવાનું થાય છે. તો ચાલું માસમાં આ તમામ આધારો બિનચુક શાળાન કાર્યાલયમાં જમા કરાવવાનું રાખશો. દરેક વર્ગ શિક્ષકશ્રીઓએ પણ પોતાના વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ દરખાસ્ત માટે કોઈ અવગડ ન પડે તે માટે સંપર્કમાં રહિને માર્ગદર્શન આપવાનું રહેશે. અને જે વિદ્યાર્થીઓ વિગતો રજુ કરી શકતા નથી તેમના સંપર્કમાં રહી જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે.

15 Jul 2020, Wednesday

ઈકો કલબ

વિષય: સ્વચ્છતા પખવાડિયા 2020 અંતર્ગત યોજવામાં આવેલ કવિઝ સ્પર્ધામાં ભાગ લેવા બાબત   ઉપરોકત વિષય અન્‍વયે જણાવવાનું કે, ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ચાલતા સ્વચ્છતા એકશન પ્લાન કાર્યક્રમ અંતર્ગત તા. ૦૧ થી ૧૪ જુલાઈ ૨૦૨૦ દરમિયાન સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરેલ છે. જે અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અને સ્વસ્થતા અંગેની ઓનલાઈન કવિઝ સ્પર્ધાનું આયોજન કરેલુ છે.  જેમાં શિક્ષકો કે વિધ્યાર્થીઓ કોઈ પણ ભાગ લઈ શકે છે. ક્વિઝમાં ૮૦% ગુણ પ્રાપ્ત કરનાર ને ડીજીટલ સર્ટીફીકેટ પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે. આ ક્વિઝ આગામી તા. 18-07-2020 સુધી ખુલ્લી રહેશે. ઉક્ત ક્વિઝમાં વધુમાં વધુ લોકો જોડાય તેવા પ્રયત્નો કરવા વિનંતી છે.   ક્વિઝમાં ભાગ લેવા નીચેની લિન્ક ઓપન કરો: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdvVU647w7wfG02nXqcIGxkSenzdlscwnUCEkLRrrSsVRt72w/viewform?usp=sf_link

13 Jul 2020, Monday

ઘરે રહીને પ્રવૃત્તિમાં જોડાઈ કૈશલ્ય વિકસાવો

વિદ્યાર્થી મિત્રો, આ સાથેની લિંક પર ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલશે. તે ફોર્મમાં તમારી માહિતી ભરવાની છે. પ્રવૃતિ મરજીયાત છે. અને તમારે પોતાના ઘરે રહીને તાલિમ લેવાની છે. તમને માર્ગદર્શન ઓનલાઈન આપવામાં આવશે. તથા કોઈ ફી ચુકવવાની નથી તો ફુરસદનો સદ ઉપયોગ કરી પોતાના કૌશલ્યનો વિકાસ કરો, તમેને એક કરતાં વધારે પ્રવુતિ ગમતી હોય તો એક કરતાં વધારે પ્રવૃતિમાં પણ ભાગ લઈ શકશો. તા.20,7,2020 પહેલાં ફોર્મ ભરવાનું છે. તારીખ 20 થી પ્રવુતિ શરૂ થશે. .... https://drive.google.com/drive/u/2/mobile/my-drive

13 Jul 2020, Monday

શાળા સંદેશ

વિદ્યા , વિનય , વિચાર , વાણી અને વર્તન ... આ પાંચ શીલનો સમૂહ એટલે પંચશીલ વિદ્યાલય,ડીસા. અહીંયા જીવનમાં ભૌતિક સગવડોથી વંચિત વિદ્યાર્થીઓને ફક્ત વિદ્યા જ નહીં પરંતુ તેમનો સર્વાગી વિકાસ થાય તેમજ તે શાળા અને પરિવારનું નામ રોશન કરે તેવું સર્વાગી શિક્ષણ આપવામાં આવે છે . તો એક વખત શાળાની રૂબરૂ મુલાકાત અવશ્ય લો ... સ્થળ- સ્પોર્ટ્સ ક્લબ નજીક,ગાયત્રી મંદિર રોડ,ડીસા

10 Jul 2020, Friday